

ગુજરાતના પાલીતાણામાં ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે તાજ હોટેલ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ જૈન સમાજને આ જાહેરાત પસંદ નથી આવી, કારણકે જૈન સમાજને ડર છે કે આ આલિશાન હોટલ્સ પવિત્ર તીર્થ સ્થાનને અભડાવી દેશે.
25 માર્ચે ઇન્ડિયન હોટેલ્સે પાલીતાણા પેલેસને તાજ હોટેલ્સમાં કન્વર્ટ કરવાની જાહેરાત કરી હતી. જેનો દેશભરના જૈન સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખીને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે.
જૈન સમાજના સંગઠનોનું કહેવું છે કે, ફાઇવ સ્ટાર હોટલ બનવાને કારણે મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પણ પીરસાશે એટલે પવિત્ર સ્થળ અભડાઇ જશે. પાલિતાણામાં 850થી વધારે જૈન મંદિરો આવેલા છે અને જૈનો માટે આ એક સૌથી પવિત્ર સ્થળ છે.