
પ્રાંતિજ શેઠ પી.એન્ડ આર.હાઇસ્કૂલ નું ગૌરવ
– ગોલ્ડ-મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યુ
– સાયન્સ એન્ડ મેથેમેટિક્સ સ્કૂલ ટીચર્સ એવોર્ડ થી સન્માનિત
– નમ્હેશ પટેલ નુ પ્રમાણપત્ર , મોમેન્ટો અને શાલ આપી સન્માન કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ નગર પાલિકા સંચાલિત શેઠ પી.એન્ડ આર.હાઇસ્કૂલના સાયન્સ સ્ટ્રીમના બાયોલોજી ટીચર નમ્હેશ પટેલને સાયન્સ એન્ડ મેથેમેટિક્સ સ્કૂલ ટીચર્સ એવોર્ડ ૯ થી ૧૨ ની કેટેગરીમાં ગોલ્ડ-મેડલ મળ્યો




ગુજરાતની તમામ યુનિવર્સિટી સંલગ્ન ગુજરાત સાયન્સ એકેડેમી દ્વારા હેમચંન્દ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી-પાટણ ના યજમાન પદે યોજાયેલ ૩૬ મા ગુજરાત સાયન્સ એકેડેમી સમમીટના કાર્યક્રમમાં HNGU પાટનના વાઇસ ચાન્સેલર ર્ડા.કિશોર કુમાર પોરીયા અને ગુજરાત સાયન્સ એકેડૈમીના પ્રમુખ ર્ડા.પી.એન.ગજ્જર ના હસ્તે ગુજરાતના સાયન્સ ટીચર્સ માટે પ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ નમ્હેશ પટેલે ગોલ્ડ-મેડલ સાથે જીત્યો છે આ પ્રસંગે નમ્હેશ પટેલ ને પ્રમાણપત્ર , મોમેન્ટો અને શાલ દ્રારા સન્માન કરવામાં આવ્યું આ કેટેગરીમાં સમગ્ર ગુજરાતના નોમિનેશનમાંથી જુરી મેમ્બરર્સએ નમ્હેશ પટેલની પસંદગી કરી છે તો ગોલ્ડ મેડલ મેળવી શાળાનું સન્માન વધારનાર નમ્હેશ પટેલને પ્રાંતિજ નગર પાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન જીજ્ઞેશ ભાઇપંડ્યા તથા,શિક્ષણ સમિતિ ચેરમેન પિયુષભાઇ પટેલ તેમજ તમામ કાઉન્સિલરો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા