
-copy1.jpg?w=1110&ssl=1)
આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો એરલાઇન્સને 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમાચારે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇન્ડિગો એરલાઇન્સ ઇન્ટરગ્લોબ એવિએશન હેઠળ કામ કરે છે. ઇન્ટરગ્લોબ એવિએશને રવિવારે શેરબજારોને સબમીટ કરેલા પત્રમાં કહ્યું છે કે, આવકવેરા વિભાગ દ્વારા 944.20 કરોડના દંડનો આદેશ કર્યો છે.
કંપનીએ કહ્યું છે કે, આ આદેશ ખોટી માન્યતાને આઘારે પસાર કરવામાં આવ્યો છે અને કંપની તેને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારશે.
કંપનીએ કહ્યું કે, કંપની દ્રારા આવકવેરા કમિશ્નર ( અપીલ્સ) સમક્ષ કલમ 143 (3) હેઠળ આકારણી આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવામાં આવી છે અને આ મામલો હજુ પેન્ડિંગ છે. કંપનીએ કહ્યું કે, આવકવેરા વિભાગે વર્ષ 2021-2022 માટે દંડ કર્યો છે.