સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય સંભળાવ્યો કે CM મમતા બેનર્જીએ સ્વીકારવાની ના પાડી દીધી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય સંભળાવ્યો કે CM મમતા બેનર્જીએ સ્વીકારવાની ના પાડી દીધી

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓમાં 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારી શકતા નથી. CM મમતા બેનર્જીએ એવો પણ આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યની શિક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માંગે છે અને આ બધું ભગવા પક્ષ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) દ્વારા કરવામાં આવ્યું છે.

મમતાએ વધુમાં કહ્યું, ‘અમે કોર્ટના નિર્ણયનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમને ન્યાયતંત્ર પ્રત્યે ખુબ જ સમ્માન છે. પરંતુ એક નાગરિક તરીકે મને કહેવાનો પૂરો અધિકાર છે કે, હું આ નિર્ણય સ્વીકારી શક્તિ નથી. BJP પશ્ચિમ બંગાળની શિક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માંગે છે. આ બધું BJP અને CPM દ્વારા કરવામાં આવ્યું છે.’

Supreme Court

અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે ગુરુવારે રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓમાં 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય જાહેર કરી અને સમગ્ર પસંદગી પ્રક્રિયાને ‘ખામી ભરેલી અને કલંકિત’ ગણાવી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે 22 એપ્રિલ, 2024ના રોજ કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેણે નિમણૂકો રદ કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને ત્રણ મહિનાની અંદર નવી પસંદગી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, જે કર્મચારીઓની નિમણૂકો રદ કરવામાં આવી છે તેમને અત્યાર સુધી મળેલા પગાર અને અન્ય ભથ્થાં પરત કરવાની જરૂર નથી. જોકે, બેન્ચે માનવતાવાદી ધોરણે કેટલાક અપંગ કર્મચારીઓને છૂટ આપી હતી અને કહ્યું હતું કે, તેઓ નોકરીમાં ચાલુ રહેશે. બેન્ચે CBI તપાસ માટે હાઈકોર્ટના નિર્દેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી સહિત અન્ય અરજીઓની સુનાવણી માટે 4 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

CM Mamata

આ મામલો 2016માં પશ્ચિમ બંગાળ SSC દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને કારણે ઉભો થયો હતો, જેમાં 24,640 જગ્યાઓ માટે 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને કુલ 25,753 નિમણૂક પત્રો બહાર પાડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેને ‘વ્યવસ્થિત છેતરપિંડી’ ગણાવી હતી.

હાઇકોર્ટે જે લોકોને સત્તાવાર રીતે ઉપલબ્ધ 24,640 ખાલી જગ્યાઓ સિવાય નિયુક્ત કરવામાં આવ્યા હતા, સત્તાવાર તારીખ સમાપ્ત થયા પછી ભરતી કરવામાં આવી હતી, અને જેમણે ખાલી OMR શીટ્સ સબમિટ કરી હતી, પરંતુ નિમણૂક મેળવી હતી, તેમને 12 ટકા વ્યાજ સાથે તમામ પગાર અને લાભો પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જી અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો માણિક ભટ્ટાચાર્ય અને જીવન કૃષ્ણ સાહા આરોપીઓમાં સામેલ છે.

BJP IT સેલના વડા અમિત માલવિયાએ CM મમતા બેનર્જી પર પ્રહાર કર્યા. તેમણે X પરની એક પોસ્ટમાં કહ્યું, ‘ભારતમાં ઘણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને ખૂબ જ નાના ભરતી કૌભાંડોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને જેલમાં મોકલવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન દ્વારા શિક્ષણ અને બિન-શિક્ષણ પદો માટે ઇચ્છુક હજારો યુવાનો અને મહિલાઓના કારકિર્દી અને ભવિષ્યને બરબાદ કરવા બદલ CM મમતા બેનર્જીને જવાબદાર ઠેરવવું વાજબી છે. એકવાર BJP સત્તામાં આવશે, પછી તેને તેની ઘણી ભૂલો અને કમિશન માટે કાયદાની પુરી તાકાતનો સામનો કરવો પડશે.’

Leave a Reply

error: Content is protected !!