
-copy-recovered2.jpg?w=1110&ssl=1)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીએ અંગ્રેજી છાપાના આપેલા ઇન્ટરવ્યૂમાં ચોંકાવનરો ઘટસ્ફોટ કર્યો છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસાડતા દેશના 4500 એજન્ટોનો પર્દાફાશ થયો છે, તેમાં 2000 એજન્ટો માત્ર ગુજરાતના છે. અધિકારીનું કહેવું છે કે, ગુજરાત હ્યુમન ટ્રાફિકીંગનું બ્રીડીંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરી રહ્યું છે.
અધિકારીએ કહ્યુ કે, આ એજન્ટોના કેનેડાની લગભગ 150 કોલેજો સાથે સેટીંગ છે. એજન્ટો લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલે અને કેનેડાની કોલેજમાં એડમિશન લીધું છે એવું બતાવે. જ્યારે વ્યકિત કેનેડા જાય ત્યારે કમિશન કાપીને બાકીની રકમ એ વ્યકિતના ખાતમાં પરત કરી દેવામાં આવે અને કેનેડાની કોલેજો વ્યકિત દીઠ 50000થી 60000 કમિશન વસૂલી લે.
અધિકારીએ કહ્યું કે, 2023માં દેશમાંથી કુલ 67,391 લોકો ગેરકાયદે અમેરિકા ગયા, જેમાંથી 41330 ગુજરાતી હતા.