
પ્રાંતિજ ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી
– વિશ્વ હિદુ પરીષદ , બજરંગ દળ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
– નાનીભાગોળ પંખીધર થી ભાંખરીયા બસસ્ટેશન સુધી ભવ્ય શોભાયાત્રા નિકળી
– સાંસદ , ધારાસભ્ય સહિત પ્રાંતિજ તથા તાલુકા ના લોકો ઉપસ્થિત રહ્યા
– જયશ્રી રામના નાળા ગુંજી ઉઠયા
– હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસ નો પાઠ કરવામા આવ્યો
– પ્રાંતિજ પોલીસ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીદેવામા આવ્યો હતો




સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રામનવમી ને લઈ ને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા વિશ્વ હિંદુ પરિષદ ,બજરંગ દળ , પ્રાંતિજ પ્રખંડ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો વિવિધ મહિલા મંડળ ની બહેનો સહિત નગરજનો માટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા તો જયશ્રી રામના નાળા ગુંજી ઉઠયા






પ્રાંતિજ ખાતે રામનવમી ને લઈ ને વિશ્વ હિંદુ પરિષદ , બજરંગ દળ ,પ્રાંતિજ પ્રખંડ દ્રારા પ્રાંતિજ નાનીભાગોળ પંખીધર થી બજાર ચોક થઈ ને ભાંખરીયા બસસ્ટેશન સુધી ભગવાન રામ ની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળ ની બહેનો શોભાયાત્રા મા જોડાઈ હતી તો પ્રાંતિજ તથા તાલુકામાંથી બાળકો યુવાનો સહિત પુરુષો , વિશ્વ હિદુ પરીષદ , બજરંગ દળ ના કાર્યકરો સહિત રામભકતો , નગરજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા તો શોભાયાત્રા નુ ઠેરઠેર સ્વાગત કરવામા આવ્યુ હતુ જેમા પઠાણ વાડા ખાતે મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્રારા શોભાયાત્રા નુ ફુલહાર પહેરાવી ને ભવ્ય સ્વાગત કર્યુ હતુ અને ગરમી ને લઈ ને ઠંડા પાણી ની બોટલો ની સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી અને મુસ્લિમ સમાજ ના આગેવાન રઇશભાઇ કસ્બાતી ફુલહાર પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ તો શોભાયાત્રા સાથે રહેલ સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર નુ પણ સ્વાગત કર્યુ હતુ તો ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલ ખોટા કેસો માંથી ક્લિન ચિટ મળતા તેવોનુ રઇશભાઇ કસ્બાતી દ્રારા શાલ ઓઢાડી ને સ્વાગત કરવામા આવ્યુ હતુ


તો શોભાયાત્રા દરમ્યાન ઉપસ્થિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના સમર્થકો દ્રારા ફુલહાર પહેરાવી ને તેવો નુ સ્વાગત કર્યુ હતુ તો ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઉભી રહી હતી ને ત્યા મંદિર આગળ હનુમાન ચાલીસા નો સમુહ મા પાઠ કરવામા આવ્યો હતો અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સોવકોઇએ શ્રી રામ ની આરતી ઉતારી હતી અને પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન ખાતે શાન્તીમય વાતાવરણ મા શોભાયાત્રા સંપન્ન થઈ હતી આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ,પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ , મહંત સુનિલદાસજી મહારાજ , મહંત પ્રાણ જીવનદાન , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ કમલેશકુમાર પટેલ , સહ સંયોજક યુવરાજ સિંહ રાઠોડ , ધર્મ પ્રસાર પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ સુનિલભાઈ કડીયા , સહિત પ્રાંતિજ વિશ્વ હિદુ પરીષદ અને બજરંગ દળના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ પોલીસસ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા શોભાયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવના બને તે માટે પુરતો પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા