fbpx

સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી

ગુજરાત સરકારે વર્ષ 2021માં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજને મંજૂરી આપી હતી. વર્ષ 2022થી સીમાડા વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકાની પ્રાથમિક શાળામાં કોલેજ ચાલતી હતી. હવે કાયમી નવા બાંધકામ માટે સુરત મહાનગર પાલિકાએ વાલક પાટીયા વિસ્તારમાં 17,363 ચો.મી જગ્યા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરી છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એ જમીનના દસ્તાવોજો કબ્જો મેળ્યો હતો. પાનસેરિયાએ કહ્યું કે આ જમીન પેટે સરકારે સુરત મહાનગર પાલિકાને 52 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે.

હવે ટુંક સમયમાં નવા ભવનનું બાંધકામ શરૂ થશે અને સ્ટેટ એફ ધ આર્ટ સુવિધાઓ આપવામાં આવશે. આ કોલેજ બનવાને કારણે વરાછા, કતારગામ, અશ્વનીકુમાર, કામરેજ, કડોદરા અને આજુબાજુના ગામના અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે.

error: Content is protected !!