fbpx

પત્રકાર સુધીર ચૌધરી આજ તક ચેનલ છોડીને ક્યાં ગયા?

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
પત્રકાર સુધીર ચૌધરી આજ તક ચેનલ છોડીને ક્યાં ગયા?

દેશના જાણીતા પત્રકાર સુધીર ચૌધરીએ આજ તક ચેનલ છોડી દીધી છે અને એક નવા પ્લેટફોર્મ પર જવાના છે. આ વાત તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું કે મારા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોગામનો આજે છેલ્લો શો છે, ટુંક સમયમાં મળીશું.

 ઘણા દિવસોથી સુધીર ચૌધરી આજ તક છોડી રહ્યા હોવાની અટકળો વહેતી થઇ હતી. જાણવા મળેલી વિગત મુજબ સુધીર ચૌધરી સરકારી ચેનલ દુરદર્શન સાથે જોડાવવાના છે અને આ બાબતે પ્રસાર ભારતી સાથે પત્રકાર જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઇ છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે સુધીર ચૌધરીને દુરદર્શનમાં વર્ષે 15 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે.ZEE ન્યૂઝ પર DNA કાર્યક્રમથી જાણીતા બનેલા સુધીર પર સરકાર તરફી પત્રકારત્વ કરવાનો અનેક વખત આરોપ લાગતો રહ્યો છે.

error: Content is protected !!