પ્રાંતિજ ના રાસલોડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો
– રાસલોડ શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે યોજાયો
– રાસલોડ ગામ સહિત આજુબાજુ માંથી ૨૧૮ દર્દીઓએ લાભ લીધો
– ૭૧ વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાંઆવ્યું
– ૧૬ દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના રાસલોડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં રાસલોડ ગામ સહિત આજુબાજુમાં રહેતાં લોકોએ લાભ લીધો હતો


પ્રાંતિજ ના રાસલોડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્રારા શ્રી રામ ચરિત્ર માનસ નવાહન પારાયણ રામાયણ કથામૃત સપ્તાહ પ્રસંગે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતેવિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં રાસલોડ ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ- ૨૧૮ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૭૧ વ્યક્તિ ઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૧૧ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે મોતીયા તથા વેલ નુ વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ના પ્રમુખ રઇશભાઇ કસ્બાતી તેમજ મંદિર ના સેવકો દ્રારા સુંદર આયોજન કર્યુ હતુ તો આંખ ના મદદનીશ ટીમ તેમજ સંસ્થા સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
