fbpx

પ્રાંતિજ સહિત તાલુકામાં ગરમી નો પારો તેજ

Spread the love

બાપ રે બાપ ગરમી થી તો… તોબા  …તોબા….
પ્રાંતિજ સહિત તાલુકામાં ગરમી નો પારો તેજ
– સવારથીજ ગરમી પડતા મહિલાઓ બાળકો વૃધ્ધો ગરમીથી તોબા પોકરી ઉઠયા
– પશુ પંખીઓ પણ ગરમીમાં અંદર ગ્રાઉન્ડ રહ્યા
– દેહદજાડે ગરમી પડતાં માનવ સહિત પશુઓ પણ સેકાઇ ગયાં
       


સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ માં ગરમીનો પારો ઉચોજતા સવારથીજ ગરમીને લઈને બજારો સહિત ભીડભાડ વિસ્તારોમાં વાહનો સહિત લોકો નો ધસારો ઓછો જોવા મલ્યો હતો


 રાજય ભરમાં ગરમી નો પારો દિવસે ને દિવસે તેજ થતાં સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ સહિત તાલુકામાં સવાર થી જ ગરમી એ માંજા મુકતાં દેહદજાડે એવી ગરમી પડતાં ગરમી ને લઈ ને લોકો હાલતો તોબા- તોબા પોકારી ઉઠ્યા છે તો ગરમી ને લઈને ગરમીથી બચવા માટે સોવકોઇ વિવિધ પેંતરા અજમાવી રહ્યાં છે તો સુર્યદેવે તેમનો પ્રકોપ બતાવતાં મહિલાઓ બાળકો વૃધ્ધો સહિત મુંગા પશુપંખીઓ પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે તો પશુઓ ગરમીમાં છાંયો ખોરતા તથા પંખીઓ માળામાંજ ભરાયેલાં જોવાં મળ્યાં હતાં તો દિવસ દરમ્યાન લોકો નો ધસારો ભીડભાડ વાળા વિતસ્તારો માં પણ નહિંવત વસ્તી જોવા મળી હતી તો ગરમીથી બચવા પંખો, એસી , કુલર  , ઠંડી ચટાઈ સહિત નો ઉપયોગ કરવાનો વાળો આવ્યો હતો તો દિવસ દરમ્યાન ગરમીને લઈને રસ્તાઓ સહિત બજારો માં વાહનો સહિત માનવ ટ્રાફિક નહિવત જોવાં મલ્યો હતો તો છેલ્લા પાંચ દિવસ થી ગરમીએ પીકઅપ પકડતા હાલતો રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને ગરમી મા બજાર સહિત પોળો-મહેલ્લાઓમા પણ કડફી જેવો માહોલ જોવા મલી રહ્યો છે

જીલ રાવલ સાબરકાંઠા

This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
error: Content is protected !!