પ્રાંતિજના બોરીયા સીતવાડા માં સિધ્ધેશ્વરી માતાજી નો ૨૩ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
– હવન પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું
– સાત જેટલા યજમાનોએ હવન માં બેસી ધર્મ લાભ લીધો





સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોરીયા સીતવાડા માં સિધ્ધેશ્વરી માતાજીનો ૨૩ મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ પાટોત્સવને લઈને ભજન સત્સંગ, મહા આરતી, રાસ ગરબા તેમજ માતાજી ના મંદિર હવન પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા યજમાનોએ હવન માં બેસી ધર્મ લાભ લીધો હતો જેમાં ભૂદેવ ગોકુલ ભાઈ શાસ્ત્રી તેમજ ઉપસ્થિત ભૂદેવ દ્વારા હવન ની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યને લઈને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં આ પ્રસંગે મહેન્દ્રસિંહ રાઠોડ ,તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપ સિંહ રાઠોડ, એડવોકેટ જેડી મકવાણા ગોલ્ડ મેન , જીલ્લા સદસ્યો ,તાલુકા સદસ્યો , સંતો ,મહંતો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં માઇભકતો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનોને કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં ઉપસ્થિત માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી આ પાટોત્સવની સફળ બનાવવા માટે સિધ્ધેશ્વરી પરિવાર ના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
