
-copy11.jpg?w=1110&ssl=1)
અત્યારે ગુજરાતમાં લોકો ગરમીમાં શેકાય રહ્યા છે તેવા સમયે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાય મેટ વેધરે આગાહી કરી છે કે, આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સામાન્ય કરતા 3 ટકા વધારે વરસાદ પડી શકે છે.
આગાહીમા કહેવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે. જુલાઇ- ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામા તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયા કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે.
લા લીનોની પરિસ્થિત બદલાઇ હોવા છતા ચોમાસામાં 103 ટકા જેટલો વરસાદ પડશે એમ સ્કાય મેટ વેધરે આગાહી કરી છે.
જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવામાં વધારે વરસાદ પડશે.ચોમાસું 1 જૂને કેરળથી શરૂ થતું હોય છે.