

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000 રૂપિયા થઇ ગયા છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફલાઇટના ભાવમાં 2000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદથી સિંગાપોરના 9000, બેંગકોકના 14800, કુઆલાલમ્પુરના 13400, લંડનના 64000 અને દુબઇના 16300 રૂપિયા થઇ ગયા છે.
ભાવ વધવાનુ કારણ આપતા એરલાઇન્સ કરી રહી છે કે, પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાતને કારણે એરલાઇન્સને ભારે મુશ્કેલી ઉભી થઇ છે.ખાસ કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ જવા માટે હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેવો પડે છે જેને કારણે ફ્યુલનો ખર્ચ વધી ગયો છે. ક્રુ મેમ્બરનો સમય પણ વધી ગયો છે.