fbpx

ઇતિહાસ બનાવી દીધા પછી વૈભવે કહ્યું , માતા મારી કેરિયર બનાવવા 3 કલાક જ ઉંઘતી

Spread the love
ઇતિહાસ બનાવી દીધા પછી વૈભવે કહ્યું , માતા મારી કેરિયર બનાવવા 3 કલાક જ ઉંઘતી

IPLનું સુત્ર છે, યાત્રા પ્રતિભા અવસરા પ્રાપનોથી મતલબ કે જયાં પ્રતિભાને તક મળે છે. અંગ્રેજીમાં Where Talent Meets Oppoetunites. આ વાત 14 વર્ષના વૈભવ સુર્યવંશીએ સાબિત કરી દીધી છે.IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી માત્ર ત્રીજી જ મેચમાં વૈભવે ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તેની રમત જોઇને આખો દેશ દંગ રહી ગયો હતો.

IPLએ સોશિયલ મીડિયા પર વૈભવનો સેન્ચુરી માર્યા પછીનો ઇન્ટરવ્યૂ શેર કર્યો છે. જેમાં વૈભવે કહ્યું છે કે, આજે હું જે કઇ પણ છું તે મારા માતા-પિતાને કારણે છું. મારી માતા જ્યારે હુ ક્રિક્રેટ માટે પ્રેકટીસ કરવા જતો તો વહેલી સવારે ટિફીન તૈયાર કરી દેતી હતી.મારી માતા માત્ર 3 જ કલાક ઉંઘતી હતી. મારા પિતાએ મારી કેરિયર બનાવવા તેમનો બિઝનેસ છોડી દીધો હતો અને જમીન પણ વેચી દીધી હતી.

error: Content is protected !!