કોંગ્રેસના રેસનો ઘોડા તૈયાર, ગેનીબેન, જિગ્નેશને મોટી જવાબદારી મળી શકે છે

Spread the love
કોંગ્રેસના રેસનો ઘોડા તૈયાર, ગેનીબેન, જિગ્નેશને મોટી જવાબદારી મળી શકે છે

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલે મળ્યા પછી હવે એક્શન પ્લાન તૈયાર થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના સંગઠનમાં મોટા ફેરફારો આવી શકે છે. રાહુલ ગાંધી થોડા મહિના પહેલા જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક લગ્નમાં નાચનારા અને બીજા રેસના ઘોડા. અત્યાર સુધી લગ્નના ઘોડા ચૂંટણીમા અને રેસના ઘોડા સાઇડલાઇન થઇ જતા હતા.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ચાવડા અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાને યથાવત રાખવામાં આવશે. પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, તુષાર ચૌધરીને સાઇડલાઇન કરી દેવામાં આવશે.

જ્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને યુવા નેતા જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી મળી શકે છે.

error: Content is protected !!