
-copy17.jpg?w=1110&ssl=1)
રત્નકલાકારો માટે સારા સમાચાર છે. સુરતના લેબગ્રોન મેન્યુફેક્ચરે રત્નકલાકારોની નોકરી બચાવવા એક મોટો નિર્ણય લીધો છે.
લેબગ્રોન ઉત્પાદકોની એક બેઠક તાજેતરમાં વરાછામાં મળી હતી, જેમાં ચર્ચા થઇ કે લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને કોસ્ટીંગ ઉંચુ આવતું હોવાથી પોષાતું નથી. એવામાં તેમની પાસે 2 વિકલ્પો હતા. એક રત્નકલાકારોનો ભાવ ઘટાડી દેવો અથવા રત્નકલાકારો ઓછા કરી દેવા. બીજો વિકલ્પ એ હતો કે સ્થાનિક બજારમાં લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડનો ભાવ વધારી દેવો.
બધાએ રત્નકલાકારોને બચાવવા માટે ડાયમંડના ભાવ વધારવાનો નિર્ણય લીધો. 10 એપ્રિલથી લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડના ભાવમા 20થી 25 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
પતલા હીરા જે 2000થી 2500 રૂપિયામાં વેચાતા હતા તે હવે 3000થી 3500ના ભાવે વેચાશે.