સુરત ના કામરેજ વિસ્તાર માંથી સોના-ચાંદી ની ચોરી કરી જઈ રહેલ આરોપીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા
પ્રાંતિજ પોલીસ ને મોટી સફળતા મળી
ટોલનાકા પાસે થી પિસ્તોલ ચોરીના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયા
ચાર આરોપીઓને ચોરીના મુદામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા
કુલ ૧૩,૫૦,૫૫૮ નો મુદામાલ સાથે ઝડપી પાડયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસેથી સુરત થી સોના-ચાંદી ના દાગીના ની ચોરી કરી ને યુ.પી તરફ જઇ રહેલ ચાર ઈસમોને એક પિસ્તોલ તથા ચોરી ના મુદામાલ સાથે ઝડપી પાડયા
પ્રાંતિજ પોલીસ સ્ટેશન નો ડીસ્ટાફ પ્રાંતિજ કતપુર પાસે રાઉન્ડ મા હતા તે દરમ્યાન તેવોને બાતમી મળી હતી કે સુરત ના કામરેજ વિસ્તાર માંથી સોના-ચાંદી ના દાગીના જેની કિંમત ૮,૯૦,૪૫૮ ની ચોરી કરી હ્યુન્ડાઇ કંપનીની એકસેન્ટ ગાડી નંબર-UP-85-AP3555 મા લઇ જતા આરોપીઓ ની બાતમી ના આધારે ટોલટેક્સ પાસે આવેલ હોટલ પાસે કાર આવતા ઉભી રાખી તપાસ કરતા વગર પાસ પરમીટે પિસ્તોલ પણ મળી આવી હતી જેની કિંમત ૧,૩૦,૦૦૦ તથા લાઇવ રાઉન્ડ નંગ-૫ જેની કિંમત-૫૦૦ તથા મોબાઇલ નંગ-૨ જેની કિંમત -૧૫૦૦ તથા રોકડા-૧૫૦૦૦ તથા હ્યુન્ડાઇ કંપની ની એકસેન્ટ ગાડી નંગ-૧ જેની કિંમત ૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત-૧૩,૫૦,૯૫૮ ના મુદામાલ સાથે યુપી જઇ રહ્યા હતા તે દરમ્યાન પ્રાંતિજ પોલીસ ના ડીસ્ટાફ દ્રારા બાતમી ના આધારે ઝડપી પાડયા હતા તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણ સિંહ ની ફરિયાદ ને લઈ ને પ્રાંતિજ પોલીસ દ્રારા રીહાન ઉંમરમહમંદ કુરેશી રહે.મરેઠ નિસાડીગેટ, લેન્ટરવાળી ગલી, તા.જઈ.મરેઠ (યુ.પી) , આરોપીઓ મહંમદ કૈયુમ મહમંદ રાણા રહે.શ્યામનગર રોડ મજીદ નગર તા.જી.મરેઠ (યુ.પી) , સાજીદ યાકુબઅલી સમલેક રહે.મેરઠ, મોમીનનગર ફતલેપુર રોડ , વસીમના બેઝમેન્ટ પાસે , તા.જી.મરેઠ (યુ.પી) , ઇન્સાદમીયા સીધ્ધુમીયાં કુરેશી રહે.ફરીદનગર કમેલા મહોલા તા.મોદીનગર જી.ગાઝીયાબાદ હાલ રહે. મેરઠ જહાંગીર કોલોની મકેલે કે પાસ તા.જી મેરઠ (યુ.પી) વિરૂધ્ધ ૨૦૨૫ બી.એન. એસ. ક.૫૪ તથા ધી આર્મ એકટ ૧૯૫૯ ની ક.૨૫(૧)(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી હતી
