પ્રાંતિજ ખાતે થી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા ૮,૩૦,૨૭૩ નો વિદેશી દારૂ ઝડપી પાડયો
– કાર ચાલક પોલીસ જોતાં જ કાર મુકીને ભાગી ગયો
– દારૂ કાર સહિત કુલ-૨૩,૩૦,૨૭૩ નો મુદ્દામાલ જપ્ત કર્યો
– પોલીસે ચાર વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર થી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી તો કાર ચાલક પોલીસ જોતાં જ અધારાનો લાભ લઈ ભાગી ગયો કુલ ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ




હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ હાઇવે ઓવરબ્રીજ પાસેથી પ્રસાર થઈ રહેલ વિદેશી દારૂ ભરેલ કાર ને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા બાતમી ના આધારે રાત્રીના સમયે ઝડપી પાડી હતી જેમા કાર માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની નાની મોટી બોટલ તથા બીયર ના ટીન મળી કુલ રૂપિયા ૮,૩૦,૨૭૩ નો વિદેશીદારૂ તથા ઇનોવા કાર જેની કિંમત ૧૫,૦૦,૦૦૦ મળી કુલ ૨૩,૩૦,૨૭૩ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તો કાર ચાલક પોલીસ જોતાં જ રાત્રીના અંધારાનો લાભ લઈ કાર મુકીને ભાગી ગયો હતો તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ પ્રદિપસિંહ નવલસિંહ ની ફરિયાદ ને લઈ ને ઇનોવા ફીસ્ટા ગાડી નં – જી.જે.૦૧ એચ.એકસ ૮૭૪૦ નો ચાલક , ઇનોવા કાર માલિક , ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર અને એક અજાવ્યો વ્યક્તિ દારૂનો જથ્થો મગાવનાર સહિત કુલ-ચાર વિરૂધ્ધ પ્રોહીબીશન કલમ-૬૫(એ)(ઇ),૮૧,૮૩,૧૧૬ (બી) ,૯૮ (૨),તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬ (૨)(૩),૩૪૦(૨) મુજબ ગુનોનોંધી ઝડપાયેલા મુદ્દામાલ કાર પ્રાંતિજ પોલીસ ને સોપવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી
