

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર પર પુનર્વિચાર કરવાની વાત કરી છે. તેમનુ કહેવું છે કે ઘણી બધી રજાઓથી કામમાં અડચણ આવે છે. ભારતની ગ્લોબલ વિશ્વસનીયતાને નુકસાન પહોંચે છે. તુમ્મલાચર્લાએ વડાપ્રધાન કાર્યાલય અને અન્ય મંત્રાલયોને ભારતના હોલિડે કલ્ચર પર ગંભીરતાથી વિચારવાની અપીલ કરી છે. તેમનું માનવું છે કે વિવિધ પરંપરાઓનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ તે આર્થિક વિકાસની કિંમત પર ન હોવું જોઈએ. તેમણે ચીન સાથે તુલના કરતા કહ્યું કે, તેઓ આર્થિક વિકાસને પ્રાથમિકતા આપે છે.
ઘણા વ્યાવસાયિકોના વિદેશ જવાના કારણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતે પોતાની કાર્યપદ્ધતિમાં સુધાર કરવો જોઈએ. ઘણા લોકોએ તેમની પોસ્ટ સાથે સહમતિ વ્યક્ત કરી છે. રવિકુમાર તુમ્મલાચર્લાએ લિંક્ડઇન પર એક પોસ્ટમાં એપ્રિલ મહિનામાં 17 રજાઓની લિસ્ટ શેર કરી. તેમણે કહ્યું કે, ભારતમાં ઘણી બધી રજાઓ હોય છે. તેનાથી કામ અટકી જાય છે અને દેશની પ્રગતિ પર અસર થાય છે. તેમણે લખ્યું કે, અમે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું સન્માન કરીએ છીએ, પરંતુ વધુ પડતી રજાઓ હોવાથી કામમાં અવરોધ ઉભો થાય છે. તેમણે એમ પણ કહ્યું કે એપ્રિલ મહિનામાં રજાઓ ને રજાઓ હતી, જેના કારણે ઘણી ઓફિસોમાં અઠવાડિયાઓ સુધી કામ ન થયું.
તુમ્મલાચર્લાએ આ પોસ્ટ પ્રધાનમંત્રી કાર્યાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ અને MyGov Indiaને સંબોધિત કરી. તેમણે ભારતના હોલિડે કલ્ચર પર પુનર્વિચાર કરવાની વાત કહી. તેમણે કહ્યું કે અલગ-અલગ પરંપરાઓને મનાવવી જરૂરી છે, પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન ન થવું જોઈએ. આપણે ભારતીય અને પશ્ચિમી બંને પરંપરાઓને મનાવવા માગીએ છીએ, પરંતુ કામની ગતિ ઓછી કરીને નહીં. તેમનું માનવું છે કે, તેનાથી સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યમ (MSME), જરૂરી ક્ષેત્રો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની છબી પર ખરાબ અસર પડે છે.

તુમ્મલાચર્લાએ ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેઓ આર્થિક વિકાસને વધુ મહત્ત્વ આપે છે. એટલે ભારત કરતા 60 વર્ષ આગળ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઘણા વ્યાવસાયિકો સારી સિસ્ટમ અને ઝડપી કામ માટે વિદેશ જઈ રહ્યા છે. જો ભારતે પોતાની કાર્યપ્રણાલીમાં સુધાર ન કર્યો, તો તે પોતાના સક્ષમ લોકો ગુમાવી શકે છે. તુમ્મલાચર્લાનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઘણા બિઝનેસ, ખાસ કરીને મેન્યૂફેક્ચરિંગ અને MSME, સતત રજાઓને કારણે થનારા નુકસાન બાબતે વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, રજાઓના કારણે ડિલિવરીમાં વિલંબ થાય છે, પૈસાની લેવડ-દેવડ અટકી જાય છે અને ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી થઈ શકતી નથી. ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં તેની ખરાબ અસર પડે છે.

તુમ્મલાચર્લાની પોસ્ટ લિંક્ડઇન પર ઘણા લોકોએ સહમતિ વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે, મોટા તહેવારોને રાષ્ટ્રીય સ્તર પર ઉજવવા જોઈએ. તો, કેટલાક લોકોએ સૂચન આપ્યું કે, વૈકલ્પિક રજાઓને હજી વધારે લચીલી બનાવવી જોઈએ અથવા તેમણે પ્રદેશિક ક્ષેત્રોની જરૂરિયાતના હિસાબે નક્કી કરવી જોઈએ. અંતે તુમ્મલાચર્લાએ કહ્યું કે, હવે યોગ્ય સંતુલન બનાવવાનો સમય આવી ગયો છે ભારતની આર્થિક પ્રગતિ માટે તે જરૂરી છે. ઉત્પાદકતા અને વેકેશનને લઈને બહેસ નવી નથી, પરંતુ તુમ્મલાચર્લા જેવા લોકોના અવાજથી તેના પર પુનર્વિચાર થઈ શકે છે. ભારત ગ્લોબલ સ્તર પર પોતાની પ્રગતિને વેગ આપવા માગે છે. એવામાં, આ મુદ્દા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.