

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના મહિલા જજ બી. વી નાગરત્ના અને જસ્ટીસ સતીશચંદ્રની બેંચે કહ્યું કે, મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવા દો, તેમની પર ચારેબાજુથી હેલિકોપ્ટરની જેમ વોચ રાખવાની જરૂર નથી. તેમને આગળ વધવા દો. આજે દેશની મહિલાઓ પણ એવું જ ઇચ્છે છે કે તેઓ સ્વતંત્ર રીતે આગળ વધે.
જજે કહ્યું કે, શહેર હોય કે ગામ મહિલાઓની અસુરક્ષા વિશે પુરુષો ક્યારેય સમજી નહીં શકે. આજે મહિલા ઘરની બહાર પગ મુકે, બસમા કે ટ્રેનમાં જાય છે તો તેની સતત પોતાની સુરક્ષાની ચિંતા રહે છે.