પ્રેમાનંદ મહારાજે જણાવ્યું- મહિલાઓએ કેમ સ્પર્શ ન કરવી જોઈએ હનુમાનજીની પ્રતિમા

Spread the love
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું- મહિલાઓએ કેમ સ્પર્શ ન કરવી જોઈએ હનુમાનજીની પ્રતિમા

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે બજરંગબલીના ભક્તો વ્રત-ઉપવાસ રાખે છે. પૂરા વિધિ- વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે લોકો સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે, હનુમાનનું નામ માત્ર લેવાથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય છે. એટલે ભક્ત તેમને અલગ-અલગ નામોથી પણ બોલાવે છે. કોઇ તેમને બજરંગબલી, મારુતિ, અંજનીપુત્ર કહે છે, તો કોઇ પવનપુત્ર, સંકટમોચન, કેસરીનંદન, મહાવીર વગેરે નામોથી બોલાવે છે.

આમ તો હનુમાનજીની પૂજા કોઈ પણ કરી શકે છે, પરંતુ મહિલાઓ માટે બજરંગબલીની પૂજા કરવા માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમો હેઠળ જ, મહિલા દ્વારા મહાવીર બજરંગબલીની પ્રતિમાને સ્પર્શ કરવાનું વર્જિત છે. આખરે આવું કેમ? ચાલો જાણીએ. વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજે તેને લઇને વિસ્તારથી જાણકારી આપી છે.

premanand-maharaj1

પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર, ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજી બ્રહ્મચારી હતા અને તેમણે જીવનભર આ નિયમનું પાલન કર્યું હતું. તેમણે દરેક મહિલાને પોતાની માતા માની હતી. એટલે મહિલાઓ ન તો તેમની પ્રતિમાને સ્પર્શ કરે છે અને ન તો તેમના પગને સ્પર્શ કરે છે. હવે વાત માત્ર માન્યતાઓની હોય તો આપણે તેને માની લેવી જોઈએ. જોકે, મહિલાઓ ઈચ્છે તો તેઓ હનુમાનજીની પૂજા કરી શકે છે.

premanand-maharaj

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, મહિલાઓ હનુમાનજીને પ્રસાદ ચઢાવી શકે છે. તેમની આરતી અને મંત્રોનો જાપ પણ કરી શકે છે. તેમનું મનમાં ને મનમાં સ્મરણ કરી શકે છે, પરંતુ પ્રતિમાને સ્પર્શ કરતા બચવું જોઈએ. આવા જ કેટલાક નિયમોને ધ્યાનમાં રાખતા, કોઈપણ મહિલા આ હનુમાન જયંતિ પર પૂરી વિધિ-વિધાન સાથે બજરંગબલીની પૂજા કરી શકે છે.

error: Content is protected !!