
-copy21.jpg?w=1110&ssl=1)
સાધુઓના એક પછી એક એવા નિવેદનો સામે આવે છે જેને કારણે વિવાદ ઉભો થાય છે. ઇસ્કોનના એક કથાકારે દીકરીઓ અને બંધારણ વિશે એવી વાત કરી છે કે તમે પણ ગુસ્સાથી લાલચોળ થઇ જશો.
ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ જેમનું મૂળ નામ ચેતન પટેલ છે. કથાકારે સુરતની એક કથામાં વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, જે પોતાની દીકરીઓને નોકરી કરાવે છે તે એક રીતે દીકરીઓને વ્યાભિચારમાં ધકેલી દે છે. કાયદો બનાવનારા કેટલા મુર્ખ હશે? બંધારણ બનાવનારા કેટલા મુર્ખ વ્યક્તિઓ હશે.
આ વીડિયો આમ તો 6 વર્ષ જૂનો છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોનો ભારે ગુસ્સો જોઇને ચંદ્ર ગોવિદ દાસે માફી માંગી છે.