
લો બોલો પ્રાંતિજ પાલિકા નો વહીવટ અંતિમ ધામ મા પાણી ના નળ શોભાના ગાંઠિયા સમાન
– નળમા પાણી ના આવતુ હોય બહાર થી પાણી લાવવુ પડે છે
– અગાઉ લાકડા ની અછત જોવા મળી હતી
– અંતિમ વિધિના પૈસા લેવાતા હોવાછતાંય સગવડ નહી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત અંતિમ ધામ મા પાણી ના નળ શોભાના ગાઠીયા સમાન અંતિમ વિધીમા આવતા લોકો મા રોષ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ પાલિકા ના વહીવટ ને લઈ ને અનેક સવાલો ઉઠયા





પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ અંતિમ ધામ નો વહીવટ છેલ્લા કેટલાક વર્ષ થી પ્રાંતિજ નગર પાલિકા દ્રારા કરવામા આવે છે અને પાલિકા દ્રારા અંતિમ ક્રિયા માટે આવતા લોકો પાસે થી અંતિમ વિધી ના પૈસા લેવામા આવે છે પણ પ્રાંતિજ પાલિકા દ્રારા તેની સામે પુરતી સગવડો પાડવામા આવતી નથી તો સ્મશાન ખાતે નળતો લાગેલ છે અને ઉપર ટાંકી પણ મુકેલ છે પણ કેટલાય સમય થી નળમા પાણી આવતું જ નથી અને ટાંકી ભરાતી ના હોવાનુ અનેક વાર બુમરાહ ઉઠવા પામી છે તો સ્મશાન મા પાણી ના હોય જેને લઈ ને અંતિમ ધામ મા આવતા ડાધુઓને પાણી માટે આમતેમ ભટકવાનો વારો આવે છે અને બોખ કે દશામા ના મંદિર કે પણ સ્મશાન આગળ રહેણાંક વિસ્તાર માંથી પાણી ભરી લાવવુ પડે છે તો અનેકવાર રજુઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્રારા કાયમી ઉકેલ કરવામા આવ્યો નથી તો અગાઉ લાકડા ની અછત ઉભી થઈ હતી અને લાકડા ના હોય અંતિમ વિધિ માટે આવતા લોકો ને લાકડા માટે આમતેમ ભટકવાનો વાળો આવ્યો હતો ત્યારે હાલ પણ લાકડા ભરવા માટે મોટુ ગોડાઉન હોવાછતાંય લાકડા વગર ખાલી પડેલ જોવા મલી રહ્યુ છે અને પાલિકા ના વહીવટ ઉપર શંકાકુશકા જેવા પ્રશ્ન નો ઉભા થયા છે ત્યારે અગાઉ પ્રાંતિજ ની એક સંસ્થા દ્રારા વહીવટ કરવામા આવતો હતો જેમા એક પણ વાર પાણી નીકે લાકડા ખુલ્યા કે લીલા હોય તેવો પ્રશ્ન સામે આવ્યો નહતો જ્યારે તેનાથી વધુ સગવડ મળી રહે તે હેતુ થી સંસ્થા દ્રારા પ્રાંતિજ નગર પાલિકા ના હાથમા સ્મશાન નો વહીવટ આપતા હાલ નવીન સુવિધાઓ તો બાજુમા રહી પણ હતીએ સુવિધાઓ ઓછી થઈ ગઈ છે ત્યારે હાલતો અનેક વાર અંતિમ વિધી માટે આવતા લોકોને નળમા પાણીના આવતુ હોય કે લાકડા ખુટી પડતા આમતેમ ભટકવુ પડે છે ત્યારે હાલતો પાણી જેવી વ્યવસ્થા ના હોય સ્મશાને આવતા લોકો મા પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા દ્રારા રસ લઈ ને અંતિમ ધામ મા પુરતી સગવડ પુરી પાડવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે અને જો ના થતુ હોય તો કોઇ સંસ્થા કે જેતે સંસ્થા ને પરત કરે તેવુ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે અંતિમ ધામ મા પાણી ની વ્યવસ્થા પુરી પાડવામા આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ સાબરકાંઠા