fbpx

પ્રાંતિજ પંથક મા ખનીજ ખાતુ જાગૃત થયુ

Spread the love

પ્રાંતિજ પંથક મા ખનીજ ખાતુ જાગૃત થયુ
– પાસ પરમીટ વગર ચાલતા ટ્રર્બા ના પૈડા થભી ગયા
– ટ્રર્બા ચાલકો ને ખબર પડતા રોડ ની સાઈડ મા રેતી ખાલી કરી ભાગી ગયા
– રાત્ર-દિવસ સાબરમતી નદી માથી રેતી ખનન પણ તંત્ર ની મીઠી નજર
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકામા સાબરમતી નદી માંથી પાસ પરમીટ વગર રાત્ર-દિવસ રેતી ચોરી મોટા પ્રમાણ મા થઈ રહી છે  જેને લઈ ને અનેક વાર ગામજનો દ્રારા ખનીજ વિભાગ મા રજૂઆત કરવામા આવતા ખનીજ ખાતુ જાગૃત થયુ તો પાસ પરમીટ વગર રેતી ચોરી કરતા ડમ્પર ચાલકો મા નાસભાગ મચી જવા પામી


પ્રાંતિજ તાલુકાના ઓરાણ , સીતવાડા , સાંપડ , ગલતેશ્વર સહિત ની સીમમા આવેલ સાબરમતી નદી માંથી રાત્ર-દિવસ બેરોકટોક રેતી ચોરી પાસ પરમીટ વગર રેતી ચોરી થતા ગામજનો દ્રારા અનેકવાર ફરીયાદ કરતા આખરે ખનીજ ખાતુ જાગૃત થયુ હતુ ને સીતવાડા સહિત ના નદી વિસ્તાર મા ચેકિંગ હાથ ધરતા ખનીજ ચોરો ને ખબર પડતા પાસ પરમીટ વગર રોડ ઉપર અવર જવર કરતા ટ્રક ચાલકો મા ભંય નો માહોલ જોવા મલ્યો અને પાસ વગર રેતી ના ફેરા મારી રહેલ ટ્રર્બા ચાલકો રોડ ની સાઈડ મા ખુલ્લી જગ્યામા રેતી ખાલી કરી ભાગી ગયા હતા તો બીજી તરફ રેતી ભરવા જતા ટ્રક ચાલકો રોડ ઉપર સાઈડ મા લાઈન સર ઉભા થઈ ગયા હતા તો ખનીજ વિભાગ ના કર્મચારીઓજોતા  નાસભાગ મચી જવા પામી હતી ત્યારે રાત્ર-દિવસ બેરોકટોક ખનીજ ચોરો બેરોકટોક રેતી ચોરી કરી રહ્યા છે ત્યારે ખરેખર ખનીજ વિભાગ દ્રારા એક્શન લેવામા આવે તો લાખ્ખો ની ખનીજ ચોરી બચી શકે તેમ છે અને સરકાર ને લાખ્ખો ની આવક થાય તેમ છે ત્યારે હાલતો ખનીજ ખાતુ જાગૃત થતા રેતી ચોરી કરી રહેલ ખનીજ માફિયાઓ ભુર્ગભ મા ઉતરી ગયા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!