
રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ દરમિયાન પ્રાંતિજમાં બે મિનિટનું રોકાણ
– કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત
– કાર્યકરોએ પુષ્પગુચ્છ અને ફૂલહાર અર્પણ કર્યા




કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે તેઓ બુધવારે સવારે અમદાવાદથી અરવલ્લી જિલ્લાના મોડાસા તરફ જતા હતા આ દરમ્યાન તેમણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પર બે મિનિટનું રોકાણ કર્યું હતું પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી જીલ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ પુષ્પગુચ્છ અને ફૂલહાર અર્પણ કર્યા હતા તો કોગ્રેસ પ્રદેશ મહામંત્રી રેખાબેન સોલંકી , અનિલભાઈ પટેલ , સી.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે તેમનું -અભિવાદન કર્યું હતું રાહુલ ગાંધી ગઈકાલથી ગુજરાતની મુલાકાતે છે તેમનો કાફલો અમદાવાદથી મોડાસા તરફ બાયરો મારફતે આગળ વધ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા