

સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા એક્ટ સામે થયેલી અરજી પર બુધવારે સુનાવણી દરમિયાન CJIએ કેન્દ્ર સરકારને કેટલાંક સવાલો પુછ્યા હતા. ગુરુવારે ફરી સુનાવણી થઇ ત્યારે કેન્દ્ર સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી શરૂ થતાની સાથે કહ્યુ કે, સ્ટે લાદવાનો કોઇ આધાર નથી. જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા માટે 7 દિવસનો સમય મહેતાએ માંગ્યો હતો. જે સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યો હતો. હવે 5 મે 2025ના દિવસે ફરી સુનાવમી થશે.
જો કે સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે, જ્યા સુધી સુનાવણી ન થાય ત્યાં સુધી વકફ અંગેના કાયદાનો અમલ કરી શકાશે નહીં. સાથે કોર્ટે એવું પણ કહ્યું કે, 70થી વધારે અરજીઓ આવી છે જેની 120 ફાઇલો વાંચવી શક્ય નથી એટલે પાંચેક મુદ્દાઓ અરજી કરનારા તારવી લે તેની પર જ સુનાવણી થશે.