fbpx

મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે એવી આગાહી કરી છે કે રોકાણકારોના ચહેરા ખીલી જશે

Spread the love
મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે એવી આગાહી કરી છે કે રોકાણકારોના ચહેરા ખીલી જશે

દુનિયાભરમાં અત્યારે જિયો પોલિટિકલ ટેન્શન છે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનું જોખમ, આર્થિક મંદીની વાત ચાલે છે અને ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં વેચવાલીનું દબાણ છે એવા સમયે મોર્ગન સ્ટેનલીના ભારતના એનાલિસ્ટે એવી આગાહી કરી છે જેનાથી રોકાણકારોના ચહેરા ખીલી જશે.

મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના એનાલિસ્ટ રુદ્રમ દેસાઇએ કહ્યું છે કે, મુંબઇ શેરબજારના સેન્સેક્સ ડિસેમ્બર 2025 સુધીમાં 1 લાખ 5,000ને પાર કરી શકે છે. દેસાઇનું માનવું છે કે, ભારતીય શેરબજારમા જોખમની સામે નફાની સંભાવના વધારે છે. ભારત દુનિયાનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ બનવા જઇ રહ્યું છે.

જો કે દેસાઇએ સાથે એ પણ કહ્યું છે કે, જો મંદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઇન્ડેક્સ 6 ટકા ઘટીને 70,000ના લેવલ સુધી પહોંચી શકે છે.

error: Content is protected !!