fbpx

સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર થશે

Spread the love
સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર થશે

ગુજરાતમાં પાટીદાર સમાજ એવો છે જે પોતાના સમાજ માટે હમેંશા સક્રીય રહે છે અને શિક્ષણ, આરોગ્ય, બિઝનેસ સહિત અનેક મુદ્દાઓ પર કામ કરે છે. સરદારધામ દ્વારા 2018માં ગ્લોબલ બિઝનેસ સમિટનું પહેલીવાર આયોજન કરાયું એ પછી દર વર્ષે આ સમિટ યોજાવવા માંડ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં જ ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન થતું, પરંતુ આવતા વર્ષે 2026માં આ સમિટ અમેરિકમાં થવાનું છે.

ગ્લોબલ પાટીદાર સમિટ 2026 ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અમેરિકાના ફ્લોરિડાના ઓર્લોન્ડો શહેરમાં યોજાવાનું છે. લગભગ 2000 જેટલાં સ્ટોલ થવાની ધારણા રાખવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 3થી 4 દિવસનો સમિટ રાખવામાં આવે છે, પરંતુ અમેરિકામાં 2 દિવસનો જ સમિટ હશે. આ વખતે એગ્રીકલ્ચરનો ડોમ નહીં હશે તેને બદલે રેડી ટુ ઇટ ડોમ રાખવામાં આવશે.

error: Content is protected !!