
-copy40.jpg?w=1110&ssl=1)
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં 80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપી હતી કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં ,ગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ ચાલ્યો છે. ભાજપના નેતાઓ અને બેંકના અધિકારીઓના 80 જેટલા ઓળખીતા અને સગાઓને ક્લાર્કની નોકરી આપી દેવામાં આવી છે.એના માટે ઉંમર અને શિક્ષણનાનિયમોમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યા છે.
જાડેજાએ કહ્યુ કે, આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છતા હજુ સુધી તપાસ કરવામાં આવી નથી. અમે જ્યારે પુછીએ છીએ તો એટલો જ જવાબ મળે છે કે તપાસ ચાલું છે. 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.