fbpx

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

Spread the love
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ કારણોને લીધે શેરબજારમાં જોખમ વધ્યું છે. તમણે રોકાણકારોને સલાહ આપી  છે કે, તમારે ડેટ અને ઇક્વિટી માર્કેટ વચ્ચે સંતુલન બનાવવું પડશે.

સેબીના ચેરમેનને સવાલ પુછવામાં આવ્યો હતો કે શેરબજાર કેમ ઘટી રહ્યું છે? તેમણે જવાબ આપ્યો હતો કે, કોવિડ પછી શેરબજારમા લગાતાર તેજી જોવા મળી હતી હવે બજાર થોડું થાક ખાઇ રહ્યું છે. શેરબજાર પર ઇકોનોમીની સાથે સાથે ગ્લોબલ ઘટનાક્રમોની પણ અસર થતી હોય છે. તાજેતરમાં ગ્લોબલ માર્કેટમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા ખાસ કરીને જીયો પોલિટિકલ મોર્ચા પર. બજાર ઘટે છે ત્યારે  બધા સવાલ ઉભા થાય છે, પરંતુ જ્યારે શેરબજારમાં તેજી હોય છે ત્યારે કોઇ સવાલ પુછતું નથી.

error: Content is protected !!