

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું છે. 16 એપ્રિલને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસે એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં અમિત શાહ, રાજનાથ અને RSSના મોટા લીડરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સગંઠન અને રાષ્ટ્રીય અધ્યક્ષા નામ પર મનોમંથન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય અધ્યક્ષ માટે 5 નામો ચર્ચામાં છે. પ્રહલાદ જોશી, બી.એલ. સંતોષ, સી.ટી. રવિ, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ.. જો કે હવે એક છઠ્ઠું નામ પણ ચર્ચામાં આવી ગયું છે. જમ્મુ-કાશ્મીરના ગર્વનર મનોજ સિંહાનું નામ સામે આવ્યું છે. જો કે ભાજપ હમેંશા ચોંકાવવા માટે જાણીતું છે એવામાં કોઇ મહિલાને પણ સ્થાન મળી શકે છે.