
-copy47.jpg?w=1110&ssl=1)
ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું શસ્ત્ર પણ બની ગયું છે. કોંગ્રેસ પણ MSPના મુદ્દા પર મોદી સરકારને ઘેરવાની એક પણ તક છોડતી નથી.
પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા બતાવે છે કે 2004થી 2024 સુધી ડો. મનમોહનની સરકારમાં MSP પેટે 704339 કરોડ રૂપિયા ચૂકવાયા છે જ્યારે પ્રધાનમંત્રી મોદીના 2014થી 2024 સુધીના કાર્યકાળમાં MSP પર 2312267 કરોડ રૂપિયાની ચૂકવણી થઇ છે. કોંગ્રેસની સરકારના સમય કરતા 3 ગણી વધારે MSP ચૂકવવા છતા મોદી સરકારને ખેડૂતો નિશાન કેમ બનાવી રહી છે.
અત્યારે કેન્દ્ર સરકાર A2 +FL ફોર્મ્યુલા મુજબ MSPની ચૂકવણી કરે છે, ખેડૂતો C-2 ફોર્મ્યુલા મુજબ માંગણી કરી રહ્યા છે. દા.ત. તરીકે અત્યારે ચોખા માટે સરકાર ક્વિન્ટલ દીઠ 2300 રૂપિયા ચૂકવે છે જ્યારે C-2 ફોર્મ્યુલા મુજબ સરકારે 3012 રૂપિયા ચૂકવવા પડે.