
પ્રાંતિજ ખાતે શ્રી અન્ન પૂર્ણા માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની દબદબાભેર ઉજવણી
– હોમ હવન અને શોભાયાત્રા સહિત કાર્યક્રમો યોજાયા
– ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– દર્શન કરી પ્રસાદ લઇ ને ધન્યતા અનુભવી હતી



સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી અન્નપૂર્ણા માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી જેમા હોમ હવન શોભાયાત્રા સહિત ના ધાર્મિક કાર્યકમો યોજાયા હતા જેમા પ્રાંતિજ સહિત તાલુકા માંથી ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શન કરી પ્રસાદ નો લાભ લઈ ને ધન્યતા અનુભવી હતી તો મંદિર ના પ્રમુખ યોગેશભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
