fbpx

‘વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા…’ શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

Spread the love
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા થયા તે નિમિત્તે આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પત્રકાર રજત શર્મા અને આધ્યાત્મિક પ્રચારક જયા કિશોરી પણ હાજર રહ્યા હતા.

 SRKના સ્થાપક અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયાએ મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, 3 ટાઇમ જમવાનું ન મળે તો એક ટાઇમ ખાઇને પણ ચલાવી લે જો પરંતુ વ્યાજે પૈસા ક્યારેય લેતા નહીં. સુરતના મીડિયામાં જે સમાચારો આવી રહ્યા છે, તેમાંથી 50 ટકા સમાચાર એવા હોય છે જેમાં વ્યાજે પૈસા લઇને નહીં ચૂકવી શકવાને કારણે લોકોએ જીવન ટુંકાવી દીધા હોય.

પણ હવે વાત એ આવે કે શું ખરેખર ગોવિંદકાકાએ જે સલાહ આપી એનું પાલન કરવું સરળ છે, કારણ કે આજે જે પ્રકારે મોંઘવારી છે, બાળકોની શાળાની જે ફી છે, નોકરીની જે અછત છે, મંદીનો માહોલ છે, તે વચ્ચે પૈસા કમાવા મુશ્કેલ થઈ ગયા છે. હા આપણે એ કરી શકીએ કે દેખાદેખીમાં આવીને ખોટા ખર્ચા ન કરીએ. જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવીએ.

error: Content is protected !!