પહલ ગામ મા આતંકવાદી હુમલાના મૃતકોને પ્રાંતિજ ખાતે અપાઈ શ્રદ્ધાંજલિ
– પ્રાંતિજ સહિત તાલુકાના લોકો આપમેળે ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી આર્પી હતી
– પ્રાંતિજ FPO દ્રારા આયોજન કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પહલગામ મા આતંકવાદી હુમલામા મૃત્યુ પામેલ ૨૬ ભારતીયો મૃતકોને શ્રધ્ધાંજલી અપાઈ








જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો જેમાં આતંકવાદી હુમલામાં ૨૬ જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર ૨૬ મૃતકોમાંથી 3 મૃતકો ગુજરાતના હતા જેમાંથી ભાવનગરના ૨ મૃતકો એક જ પરિવારના હતા ત્યારે એક સુરતના યુવાનનું પણ મોત થયું છેઆતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પુછીને ગોળી મારી હતી પહેલગામ આતંકી હુમલાના મૃતકોને પ્રાંતિજ તથા તાલુકાના લોકો દ્રારા ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ સુભાષ ચંદ્ર બોજ ના બાવળા પાસે શ્રધ્ધાજંલી અર્પણ કરવામા આવી હતી તો ઘાયલો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે જ્યારે ૨૭ મૃતકોમાં ૨ મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે તો આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી અને પોગલુ મંદિર ના મહંત સુનિલદાસજી મહારાજ , ગોવિંદભાઈ પટેલ , સમીરભાઈ પટેલ , વિનુભાઇ પટેલ , મહેન્દ્રસિંહ રાઠોડ , સંદીપભાઇ શાહ , મિલનભાઇ કડીયા , ધનશ્યામ ભાઇ પટેલ , હરીભાઇ પટેલ , યોગેશભાઇ પટેલ , દેવાંગ ભાઇ પટેલ , ભગવાન પટેલ , ભીખાભાઇ પટેલ સહિત સામાજિક કાર્યકરો આગેવાનો વિવિધ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ આયોજન પ્રાંતિજ ખાતે કાર્યરત FPO દ્રારા કરવામા આવ્યુ હતુ
