
હજુએ ચોમાસા પહેલા આ રોડ નહી થાય
પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલ્વેસ્ટેશન સુધી નો એપ્રોચરોડ બિસ્માર હાલતમા
– રજુઆતો બાદ પણ કાર્યવાહી ના થતા નગરજનો તથા વાહન ચાલકો મા રોષ
– સ્કુલ કોલેજ વિવિધ સંસ્થાઓ સરકારી કચેરીઓ , કોર્ટ આ રોડ ઉપર આવેલ છે
– ખાડા ખડીયા વાળા રોડને લઈ ને વાહન ચાલકો પરેશાન
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી નો એપ્રોચરોડ બિસ્માર હાલમા હોય અને રજુઆતો બાદ પણ કોઈ જ કાર્યાવહી ના થતા નગરજનો સહિત આજુબાજુ ના લોકો સહિત વાહન ચાલકો મા રોષ જોવા મલી રહ્યો છે




પ્રાંતિજ ત્રણ રસ્તા રેલ્વેસ્ટેશન સુધી નો રોડ બિસ્માર હાલતમા હોય અને આ રોડ ઉપર આવેલ અનેક સ્કલ કોલેજોતથા વાહન ચાલકો તથા નગરજનો દ્રારા અનેકવાર લેખીત મૌખિક રજુઆતો બાદ પણ બીજુ ચોમાસુ આવવા થયુ પણ હજુએ રોડ ના કામ ને લઈ ને કોઇજ પ્રકારની કામગીરી હાથ ના ધરાતા રોજીદુ અવરજવર કરતા લોકો સહિત વાહન ચાલકો મા રોષ જોવા મળી રહ્યો છે તો આ રોડ ઉપર મોટા ભાગની બધીજ સ્કુલો કોલેજો અને વિવિધ સંસ્થાઓ તથા કોર્ટ , સરકારી કચેરીઓ આવેલ છે અને આ રોડ ઉપર થી સ્કુલ ના બાળકો વિધાર્થીઓ સહિત તાલુકામાંથી અનેક લોકો સહિત દિવસ દરમિયાન હજારોની સંખ્યા મા વાહન ચાલકો અવરજવર કરે છે તો આજ રોડ ઉપર થી પ્રાંન્ત અધિકારી , મામલતદાર સહિત ના અધિકારીઓ , પદા અધિકારીઓ પણ રોજીદુ અવરજવર કરે છે ત્યારે હાલતો રોડ બિસ્માર હાલતમા ખાડાખડીયા વાળો હોય જે દશ મીનીટ નો રસ્તો કાપતા અડધો કલાક થઈ જાય છે તો ખાડા ખડીયા વાળા રોડ ને લઈ ને અનેક વાર નાનામોટા અકસ્માતો પણ સર્જાય છે અને અનેક લોકોએ હાડકા ભાગ્યા પણ છે ત્યારે આ રોડ ઉપર ગયા ચોમાસા મા લોકો ખાડાઓ મા પાણી ભરાતા તોબા-તોબા પોકારી ઉઠયા હતા અને ફરી આ વર્ષે ચોમાસુ બે મહિનામા દસ્તક લઈ રહ્યુ છે ત્યારે ગત ચોમાસા ના સિન યાદ કરી ને વાહન ચાલકો તથા રોજીદુ અવરજવર કરતા લોકોના મોતીયા મરી ગયા છે ત્યારે જવાબદાર તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રોડ ને લઈ ને હજુ સુધી કોઈ જ કાર્યવાહી ના થઇ હોય વાહન ચાલકો તથા રોજીદુ અવરજવર કરતા લોકો હાલતો આ બિસ્માર રોડ ને લઈ ને તોબા તોબા પોકારી ઉઠયા છે ત્યારે કુંભકર્ણ નિદ્રા મા રહેલ જવાબદાર તંત્ર વહેલુ જાગશે કે પછી હજુએ લોકો ને આવનાર ચોમાસામા પિસાવાનો વારો આવશે અને ત્યારબાદ કામ હાથમા લેશે એતો હવે જોવુ રહ્યુ