

ભારતમાં ઘણા સમયથી વર્ક કલ્ચર પર ચર્ચા ચાલે છે. ગયા વર્ષે ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ સપ્તાહમાં 70 કલાક કામની વાત કરી હતી તો એલ એન્ડ ટીના ઉચ્ચધિકારીએ પણ સપ્તાહમાં સાતેય દિવસ કામ કરવાની વાત કરી હતી. પરંતુ દુનિયાના કેટલાંક દેશો એવા છે જે જ્યા કર્મચારીઓને સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ વીકએન્ડ આપવામાં આવે છે આવા દેશોમાં હવે જાપાન પણ જોડાઇ ગયું છે.
એપ્રિલ 2025થી જાપાનમાં પણ સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાનો નિર્ણય લેવાયો છે. જાપાન સરકારે આવું એટલા માટે કર્યું કારણકે, જાપાનમાં જન્મદર ઘટી રહ્યો છે. જાપાનની વસ્તી ઘટી રહી છે. ઉપરાંત જે માતા-પિતાના બાળકો હોય તેમને કામના કલાકોમાં 2 કલાકની છૂટ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.