

સુરતના એક કાર માલિકને કડવો અનુભવ થયો છે. તેમની કાર બિલ્ડીંગમાં પાર્ક હતી અને વડોદરા ટોલ નાકા પરથી કાર પસાર થઇ રહી છે એમ કરીને તેમના ફાસ્ટેગ ખાતામાંથી 160 રૂપિયા કપાઇ ગયા. 16 એપ્રિલે રાત્રે તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો.
સુરતના અલથાણ વિસ્તારમમાં આવેલી રઘુવીર સૈફોન એપાર્ટમેન્ટમાં રહેતા વિમલેશ તાતેડને આ કડવો અનુભવ થયો છે. તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અલથાણ પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ હજુ સુધી કઇ થયું નથી.
સવાલ એ છે કે, સુરતથી વડોદરા હાઇવેનું અંતર 155 કિ.મી છે અને રસ્તામાં ભરૂચ અને કરજણ એમ બે મોટા ટોલ આવે છે, પરંતુ માત્ર વડોદરા ટોલ પર જ રૂપિયા કપાયા