પ્રાંતિજ મદ્રેસા માં રહેતા આઠ બાળકો હિંમતનગર રેલ્વેસ્ટેશન થી મળી આવ્યા
– પુછપરછ બાદ મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામા આવ્યા
– બાળકોને લઈ ને વધુ તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ની મદ્રેસામાં રહેતા આઠ જેટલા બાળકો હિંમતનગર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા હતા



બાદમાં જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ કરી મેડિકલ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા
પ્રાંતિજની મદ્રેસામાં રહેતા ૮ જેટલા મુસ્લિમ બાળકો સવારે ૮:૦૦ કલાક અને ૨0 મિનિટે હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે અસારવા ઉદેપુર ટ્રેનમાંથી ગભરાટ ભરી સ્થિતિમાં મળી આવ્યા હતા ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જોકે મળી આવેલ ૧0 થી ૧૪ વર્ષના બાળકોને પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બપોરના પોણા બાર કલાકે હિંમતનગર સિવિલ હોસ્પિટલ માંથી મળતી માહિતી અનુસાર રેલ્વે પોલીસ આઠ બાળકોને મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાંના હાજર તબીબી બાળકોનું મેડિકલ ચેકઅપ હાથ ધર્યું હતું.
