fbpx

સરકાર સામે આક્રોશ ઠાલવનાર શીતલબેને કહ્યું, મને મોદી સરકાર પર ભરોસો છે

Spread the love
સરકાર સામે આક્રોશ ઠાલવનાર શીતલબેને કહ્યું, મને મોદી સરકાર પર ભરોસો છે

પહેલગામમાં જીવ ગુમાવનાર શૈલેષ કળથિયાની સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે હાજર રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સમક્ષ શૈલેષભાઇના પત્ની શીતલબેને બળાપો કાઢ્યો હતો અને કહ્યુ હતું કે, અમે ટેક્સ પે કરીએ છીએ પણ સામાન્ય માણસોને કોઇ સુવિધા મળતી નથી અને વીઆઇપીઓ માટે ગાડી અને હેલિકોપ્ટરની વ્યવસ્થા હોય છે.મારા સંતાનોના ભવિષ્યનું શું? આવો ઘણો બધા આક્રોશ તેમણે ઠાલવ્યો હતો અને તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો.

 જો કે બીજા દિવસે શીતલબેન કળથિયાના સૂર બદલાઇ ગયા હતા. તેમણે કહ્યુ કે, જે લોકોએ પહેલાગામમમાં જીવ ગુમાવ્યા છે તેમને ઉરી અને પુલવામા વખતે જે રીતે સરકારે ન્યાય આપ્યો હતો એ રીતે ન્યાય મળે. મને મોદી સરકાર પર ભરોસો છે.

સાથે તેમણે કહ્યું કે, અમારે પહેલગામથી સુરત આવવું હતું, પરંતુ ફલાઇટ માટે ભારે ભીડ હતી ત્યારે સી આર પાટીલ અને હર્ષ સંઘવીએ અમને ઘણી મદદ કરી જેથી અમે સુરત આવી શક્યા.

error: Content is protected !!