

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક અને મિરાબેલ પણ છે. ઉષા મૂળ ભારતના આંધ્રપ્રદેશના છે. જેડી અને ઉષાની લવ સ્ટોરી વિશે તમારી સાથે વાત કરીશું.
જેડી વેન્સ અને ઉષાની લવ સ્ટોરી અમેરિકાની યેલની લો સ્કુલના ક્લાસરૂમમાંથી શરૂ થઇ હતી. એક ડિસ્કશન ગ્રુપમાં બંને મળ્યા હતા. જેડીએ પોતાના પુસ્તક હિબલી એલજીમાં લખ્યું છે કે, ઉષા પહેલી નજરમાં જ મને ગમી ગઇ હતી અને પહેલી જ ડેટમાં મે તેને પ્રપોઝ કરી દીધું હતું.
વેન્સે લખ્યું છે કે, ઉષામાં બધી સારી ખુબીઓ છે, જેમ કે તેણી બુદ્ધિમાન છે, સમજદાર છે, સંવેદનશીલ છે અને પ્રેરણાદાયક છે. 2014માં તેમણે લગ્ન કર્યા હતા.