પહલ ગામ મા આતંકવાદી હુમલાના મૃતકોને પ્રાંતિજ ખાતે અપાઈ શ્રદ્ધાંજલિ
– પ્રાંતિજ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા મૃતકોને અપાઈ શ્રધ્ધાંજલી
– કોંગ્રેસ હોદેદારો ,આગેવાનો , કાર્યકરો ઉપસ્થિત રહ્યા
– કેન્ડલ માર્ચ યોજી બે મીનીટ નુ મૌનપાડી શ્રધ્ધાંજલી આપી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પહલગામ મા આતંકવાદી હુમલામા મૃત્યુ પામેલ ૨૬ ભારતીયો મૃતકોને પ્રાંતિજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા શ્રધ્ધાંજલી અપાઈ










જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો જેમાં આતંકવાદી હુમલામાં ૨૬ જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર ૨૬ મૃતકોમાંથી 3 મૃતકો ગુજરાતના હતા જેમાંથી ભાવનગરના ૨ મૃતકો એક જ પરિવારના હતા ત્યારે એક સુરતના યુવાનનું પણ મોત થયું છેઆતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પુછીને ગોળી મારી હતી પહેલગામ આતંકી હુમલાના મૃતકોને પ્રાંતિજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ સુભાષ ચંદ્ર બોજ ના બાવળા પાસે શ્રધ્ધાજંલી અર્પણ કરવામા આવી હતી અને બે મિનિટ નુ મૌન પાડયુ હતુ તો ઘાયલો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે જ્યારે ૨૬ મૃતકોમાં ૨ મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ બહેચરસિંહ રાઠોડ , રેખાબેન સોલંકી , મોનિકા બેન વાધેલા , અનિલભાઈ પટેલ , શહિદ ભાણાવાલા , નૂતનભાઇ પરમાર , મનહરભાઈ પરમાર , ઉમેશભાઇ પટેલ , જયંતિભાઇ સોલંકી , દર્શન ભાઇ ગોહિલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો વિવિધ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ આયોજન પ્રાંતિજ શહેર તાલુકા કોંગ્રેસ દ્રારા કરવામા આવ્યુ હતુ
