પ્રાંતિજ ખાતે મહાપ્રભુ વલ્લાભા ચાર્યજી ના ૫૪૮ મો પ્રાગટય દિન મહોત્સવ ને લઈ શોભાયાત્રા નિકળી
– પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા
– બેન્ડ વાઝા બગી સાથે નગરમા શોભાયાત્રા કાઢવામા આવી હતી
– દર વર્ષ ની જેમ શોભાયાત્રા કાઢવામા આવી હતી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર મા રહેતા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ સંપ્રદાય ના ધર્મપ્રિય ભાઇ-બહેનો દ્રારા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના ૫૪૮ મા પ્રાગટય દિન અંતર્ગત નગરમા ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી











પ્રાંતિજ ના દેસાઇની પોળખાતે આવેલ શ્રી મદન મોહન લાલજી ના મંદિરેથી શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના ૫૪૮ મા પ્રાગટય દિન અંતર્ગત વૈષ્ણવ સંપ્રદાય ના ધર્મપ્રેમી ભાઇ-બહેનો દ્રારા મહાપ્રભુજી ની સેવા અર્ચના કરીને તેમની આરતી ઉતારી વૈષ્ણવ સંપ્રદાય ના ધર્મ ગુરૂ ગણાતા શ્રી મહાપ્રભુજી ની છબીને નત મસ્તક વંદન કરીને દર વર્ષેની જેમ ચૈત્ર વદ અગિયારસ ના દિવસે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમા શોભાયાત્રા દેસાઇ ના પોળ મંદિરેથી નિકળી બજારચોક, લાલદરવાજા , ખોડીયાર કૂવા થઈ ને શ્રી ધનશ્યામ લાલજી ની હવેલી મંદિરે પહોંચી હતી તો શોભાયાત્રા નુ નગરના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ તો વૈષ્ણવ સંપ્રદાય ની મહિલાઓએ મહોત્સવ ની ઉજવણી અંતર્ગત મંગલ ગીતો ગાઇને વધામણા કર્યા હતા તો આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાય ના અગ્રણીઓ ભુનેશભાઇ પરીખ ,નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , વજેશભાઇ ભાવસાર , સુરેશભાઈ સોની , ગૌરાંગભાઇ દલાલ , અજયભાઇ દલાલ , પિયુષભાઇ ભાવસાર , હેમંતભાઇ ભાવસાર , કિરણ ભાઇ સુખડીયા , મુકેશભાઇ સોની , જીગજ્ઞાબેન સોની , સહિત અન્ય આગેવાનો સમાજ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
