પહલગામ ખાતે આતંકવાદી હુમલા ના વિરોધ મા પ્રાંતિજ બજાર સ્વયંભૂ સંપૂર્ણ બંધ
– વેપારીઓ દ્રારા સવારથીજ વેપાર ધંધા બંધપાડી આતંક વાદ સામે કડક કાર્યવાહી ની માંગ કરાઇ
– મુસ્લિમ સમાજ દ્રારા સખત શબ્દો માં વખોડી કાઢી ધંધા રોજગાર બંધ રાખ્યા
– મૃત્યુ પામેલા પર્યટકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પહલગામ મા થયેલ આતંકવાદી હુમલા ને લઈ સવારથીજ બજારો સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહ્યા હતા અને મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તો વેપારીઓ તથા મુસ્લિમ સમાજ ના લોકો દ્રારા આતંકવાદ સામે કડક મા કડક કાર્યવાહી ની માંગ કરાઇ હતી













જમ્મુ કાશ્મીરના પહલગાવ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધુંધ ગોળીબારમાં દેશના ૨૮ નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે જેના પગલે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પણ આજે સવારથીજ સ્વયંભૂ પ્રાંતિજ બજાર સંપૂર્ણ બંધ રાખી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ રહી છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા ના પગલે ૨૮ નિર્દોષ નાગરિકોની હત્યા કરાતા આજે સાબરકાંઠા ના હિંમતનગર , પ્રાંતિજ , તલોદ સહિત ભારત ભરમાં આતંકવાદી કૃત્યને દેશભરના લોકોએ વખોડી કાઢ્યો છે આ સાથોસાથ આગામી સમયમાં આતંકવાદીઓ સામે કઠોળ કાર્યવાહીની માંગ કરાઈ રહી છે એક તરફ દેશના અલગ અલગ રાજયો ના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધુંધ ગોળીબાર કરાતા મોટાભાગના લોકો ના મોત થયા છે બીજી તરફ સાબરકાંઠા ના પ્રાંતિજ હિંમતનગર તલોદ સહિત દેશભરમાં આતંકવાદી કૃત્ય સામે ભારે રોષ સર્જાયો છે જેમાં નિર્દોષ નાગરિકો ની હત્યા બદલ એક ઠેકાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તો સાબરકાંઠાના પ્રાંતિજ મા સવાર થી બજારો સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે જોકે આવનારા સમયમાં આ મામલે ચોક્કસ પગલાં ભરવા રજૂઆત કરાઈ રહી છે તો બીજી તરફ નિર્દોષ લોકોની હત્યા કરનારાઓૉને કોઈપણ ભોગે સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે સામાન્ય રીતે જમ્મુ કશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદી કૃત્ય ઉપર લગામ લાગી હોય તેમ કોઈ મોટી ઘટના બનવા પામી નથી જોકે આતંકવાદી કૃત્ય હજુ પણ પૃથ્વીના સ્વર્ગ ગણાતા ઘાટી વિસ્તારમાં યથાવત હોય તેમ કશ્મીરમાં પ્રવાસીઓ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટો હુમલો થયો છે ત્યારે હવે આરપારની લડાઈ લડવાની પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુલેહ માટે પાયારૂપ ભુમિકા ભજવનાર ભારત સામે હવે આતંકના આકાઓને સાચો પાઠ ભણાવવા નો સમય આવ્યો હોય તેવી પણ આજે માંગ ઉઠી છે જમ્મુ કાશ્મીર માં છેલ્લા દસ વર્ષમાં થયેલા આતંકવાદી હુમલાઓ બાદ સર્જીકલ સ્ટ્રાઈક થકી ફાયર ઓફ ભૂમિકા ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી ત્યારે આવનારા સમયમાં હવે આરપારની લડાઈ થકી ભવિષ્યમાં ક્યારેય આવી ઘટના ન બને તેવી માંગ કરાય છે તો પ્રાંતિજ ખાતે મુસ્લિમ જમાતો દ્રારા આતંકવાદ ના વિરોધ મા ધંધા રોજગાર બંધ રાખી મૃત્યુ પામેલા પર્યટકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને આ માનવતા વિહોણું કૃત્ય કરનારાઓ સામે કડક માં કડક કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા

Share this:
- Click to share on Twitter (Opens in new window)
- Click to share on Facebook (Opens in new window)
- Click to share on LinkedIn (Opens in new window)
- Click to share on Reddit (Opens in new window)
- Click to share on Tumblr (Opens in new window)
- Click to share on Pinterest (Opens in new window)
- Click to share on Pocket (Opens in new window)
- Click to share on Telegram (Opens in new window)
- Click to share on WhatsApp (Opens in new window)
- Click to print (Opens in new window)