

છેલ્લાં 11 મહિનાથી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ કે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી શક્યું નથી. હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે તાજેતરમાં દિલ્હીમાં બેઠક થઇ હતી જેને કારણે ફરી ચર્ચા શરૂ થઇ છે કે હવે ગુજરાતને પ્રદેશ પ્રમુખ ટુંક સમયમાં મળી શકે છે.
ગુજરાતમાં પ્રમુખ પદ માટે અમિત શાહ પોતાના માણસને ગોઠવવા ઇચ્છે છે તો સી આર પાટીલ ગુજરાતમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે પોતાના કોઇ ખાસ માણસને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગે છે તો હવે આનંદીબેન પટેલ પણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. જો કે, ભાજપનું હાઇકમાન્ડ આ ત્રણેયને સાઇડ લાઇન કરીને કોઇક નવો ચહેરો પણ લાવી શકે છે.