fbpx

યુરોપના દેશોમાં છવાયો અંધારપટ, ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમમાં વીજળી ગુલ; ફ્લાઇટ્સ-મેટ્રો બંધ

Spread the love
યુરોપના દેશોમાં છવાયો અંધારપટ, ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમમાં વીજળી ગુલ; ફ્લાઇટ્સ-મેટ્રો બંધ

સોમવારે યુરોપના ઘણા દેશોમાં વીજળી સંકટનો સામનો કરવો પડ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પાયે વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રેલ, મેટ્રો, હવાઈ મુસાફરી, મોબાઈલ ઈન્ટરનેટ જેવી મહત્વની બાબતો પર ખરાબ અસર પડી છે. ગ્રીડ ઓપરેટરોએ જણાવ્યું હતું કે, બ્લેકઆઉટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

04

આ અંધારપટ સ્પેન અને પોર્ટુગલની રાજધાનીઓ સહિત ઘણા મોટા વિસ્તારોમાં ફેલાઈ ગયો. સ્પેનની સરકારી માલિકીની વીજ કંપની રેડ ઇલેક્ટ્રિકાએ જણાવ્યું હતું કે સમગ્ર ઇબેરિયન દ્વીપકલ્પ પ્રભાવિત થયો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, વીજળી પુનઃસ્થાપિત થયા પછી, કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તર-દક્ષિણ ભાગોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત, પોર્ટુગીઝ પાવર કંપની RENએ સ્વીકાર્યું છે કે સમગ્ર ઇબેરિયન દ્વીપકલ્પ અને ફ્રાન્સના કેટલાક ભાગો પ્રભાવિત થયા છે.

સ્પેનિશ મીડિયાએ અહેવાલ આપ્યો કે, બપોરે 12:30 વાગ્યાની આસપાસ ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. જેના કારણે ન્યૂઝરૂમ, સંસદ ભવન અને મેટ્રો સ્ટેશનોમાં અંધારું છવાઈ ગયું. બાર્સેલોના અને આસપાસના વિસ્તારોના લોકોએ પણ વોટ્સએપ ગ્રુપ પર વીજળી ગુલ થવા અંગેની માહિતી શેર કરી. આ પ્રકારનો આટલો મોટો બ્લેકઆઉટ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. કુલ મળીને, અહીં 5 કરોડથી વધુ લોકો રહે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા લોકોને આની સીધી અસર થઇ છે.

03

સ્પેનની પાવર કંપની રેડ ઇલેક્ટ્રિકા વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ઊર્જા કંપનીઓ સાથે કામ કરી રહી છે. પોર્ટુગીઝ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે, ટ્રાફિક લાઇટ અને સ્ટ્રીટ લાઇટ કામ નથી કરી રહી, તેથી સાવધાની રાખીને વાહન ચલાવો અને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો. સ્પેનની રેલ સેવા કંપની રેન્ફે જણાવ્યું હતું કે, દેશવ્યાપી વીજળી કાપને કારણે ટ્રેનો બંધ કરવી પડી હતી અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી. નેટવર્કને ફરીથી કનેક્ટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આને આખા યુરોપમાં ઉભી થયેલી સમસ્યા તરીકે વર્ણવવામાં આવી રહી છે.

01

પોર્ટુગલની વાત કરીએ તો તેની વસ્તી આશરે 1 કરોડ 6 લાખ છે. લિસ્બન અને તેની આસપાસના વિસ્તારો તેમજ દેશના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં અંધારું છવાઈ ગયું છે. આ બ્લેકઆઉટને કારણે મોબાઇલ નેટવર્ક પણ ખોરવાઈ ગયું, જોકે કેટલીક એપ્સ કામ કરતી રહી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે, લિસ્બનની મેટ્રો સેવા બંધ થઈ ગઈ હતી અને શહેરના કેન્દ્રમાં ટ્રાફિક લાઇટ બંધ થઈ ગઈ હતી.

error: Content is protected !!