
-copy56.jpg?w=1110&ssl=1)
દિલ્હી હાઇકોર્ટે દિગ્ગજ સંગીતકાર,ગાયક, ગીતકાર એ. આર. રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રહેમાન પર આરોપ છે કે તેમણી શાસ્ત્રીય સંગીતની ચોરી કરી છે. લોકો કહી રહ્યા છે કે રહેમાન તમારી પાસે આવી અપેક્ષા નહોતી.
વર્ષ 2023માં પદ્મશ્રીથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગાયક ફૈયાઝ ડાગરે દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી કે પોન્નીયિન સેલ્વન-2 ફિલ્મમાં જે વીરા રાજા વીરા ગીત રાખવામાં આવ્યું છે તે તેમના પિતા નાસીર ડાગર અને કાકા ઝહીરુદ્દીન ડાગરની રચના શિવસ્તુતિની બેઠ્ઠી કોપી છે.
કેસની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઇકોર્ટના જજ પ્રતિભા સિંહે કહ્યું કે, વીરા રાજા વીરા ગીત એ શિવસ્તુતિ જેવું જ છે. કોર્ટે રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ અને ડાગર પરિવારને 2 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.