

ગુજરાતના સુરતમાં એક એવો કિસ્સો ચર્ચામાં છે જેને લઈને શિક્ષક ઉપર વાલીઓનો ભરોસો જ ઊઠી જાય. સુરતની એક 23 વર્ષની શિક્ષિકા તેના ટ્યુશન ક્લાસિસના એક 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. આ દરમ્યાન તેને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. ચાર દિવસ બાદ શિક્ષિકાની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જાણવા મળ્યું કે વિદ્યાર્થીની ઉંમર 11 નહીં પણ 13 વર્ષ છે.
શું હતી ઘટના?
સુરતમાં 25 એપ્રિલના રોજ 23 વર્ષીય શિક્ષિકાએ તેના ટ્યુશન ક્લાસિસના 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ સુરત પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ બાદ પોલીસની અલગ અલગ ટીમોએ શિક્ષિકા માનસી નાઈ અને વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી. પોલીસને એક સીસીટીવી ફૂટેજમાં બંને સાથે જતા જોવા મળ્યા હતા.
આ શિક્ષિકા અને વિદ્યાર્થી એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. શિક્ષિકાએ તેના ઘરે જ ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યા હતા તથા વડોદરાની હોટલમાં પણ તેને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ વાતનો ખુલાસો મેડિકલ તપાસ દરમ્યાન થયો હતો. ઉપરાંત એ વાતનો પણ ખુલાસો થયો છે કે શિક્ષિકાને પાંસ માસનો ગર્ભ છે. પોલીસે હાલમાં શિક્ષિકાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષિકાએ બધાથી છુપાઈને 2200 કિમી સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન બસમાં મુસાફરી કરી. અમદાવાદ પરત થતા રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી હતી.

પોક્સો અને BNS કલમ 127 મહિલા સામે દાખલ
શિક્ષિકાના નિવેદનમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું તેવું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું. હાલમાં પોક્સો અને કલમ BNS 127 હેઠળ વધું તપાસ ચાલું છે.
શામળાજી પાસેથી કરી શિક્ષિકાની ધરપકડ
પોલીસે શિક્ષિકાનો મોબાઈલ ટ્રેસ કરતા તેનું લોકેશન રાજસ્થાન થી ગુજરાત પરત ફરતું જોવા મળ્યું. અને પોલીસે શામળાજી પાસેથી શિક્ષિકા માનસીની ત્યાંથી ધરપકડ કરી.
વિદ્યાર્થીને સુરક્ષિત પરિવારને સોંપ્યો
વિદ્યાર્થી અને શિક્ષિકાને પુણા પોલીસ સુરત લાવ્યા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીને પરિવારને સોંપવામાં આવ્યો હતો.
વધું પુછપરછમાં સામે આવ્યું કે શિક્ષિકાને ઘરેથી લગ્ન માટે અને વિદ્યાર્થીને ભણવા માટે વારંવાર ઠપકો મળતો હોવાથી તેઓ કંટાળીને ઘરેથી ભાગી ગયા હતા. વધું માહિતી માટે પોલીસ તપાસ કરી રહી છે.

માનસી નાઈ પુણા ગામની હિન્દી વિદ્યાલયમાં બે વર્ષથી કોન્ટ્રેક્ટ પર બાળકોને ભણાવતી હતી. તેનો કોન્ટ્રાક્ટ 21 એપ્રિલે પૂર્ણ થયો હતો. ભાગવાના પ્લાન પહેલા તેને નવી સ્કૂલ બેગ અને નવું સીમકાર્ડ ખરીદ્યું હતું. આ વિદ્યાર્થી છેલ્લા 3 વર્ષથી તેની પાસે ટ્યુશન લેવા જતો હતો. તેને વિદ્યાર્થીને સોસાયટીમાં બપોરે નીચે રમવા કહ્યું અને ત્યારબાદ તે એ વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી.
શિક્ષિકા માનસીએ વિદ્યાર્થી માટે કપડા-શૂઝ સહિત અન્ય સામાન ખરીદ્યો હતો. તે તેના ઘરેથી 35 હજાર જેટલા રૂપિયા લઈને આવી હતી. રેલ્વે સ્ટેશન પહોંચતાની સાથે જ તેને જૂનો નંબર બંધ કરીને નવું સીમકાર્ડ એક્ટિવેટ કર્યું હતું અને હોટલમાં રોકાવા માટે તે પોતાનું આધારકાર્ડ આપીને વિદ્યાર્થીને પિતરાઈ ભાઈ હોવાનું જણાવતી હતી.