
-copy6.jpg?w=1110&ssl=1)
ભાજપના અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમન સિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાને પત્ર મોકલ્યો છે.
જાડેજાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે, અબડાસા સરહદી વિસ્તારમા આવે છે અને અહીં નાના અને ગરીબ લોકો કાચા મકાનો કે ઝુપડામાં રહે છે. અબડાસામાં અધિકારી રાજ ચાલે છે અને પ્રજાના પ્રતિનિધિની વાત સાંભળવામાં આવતી નથી. આ ગરીબોના ઘરો પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. સરકારી અધિકારીઓ બિલ્ડરો અને માફિયાઓના ગેરકાયદે અતિક્રમણને તોડતા નથી અને ગરીબોને પરેશાન કરે છે.
આ ડિમોલિશન તાત્કાલિક અટકાવી દેવામાં આવે તેવી જાડેજાએ માંગ કરી છે. જાડેજાએ કહ્યું કે, આ ગરીબ લોકો ભાગી જશે તો સરહદ ખાલી થઇ જશે.