
-copy11.jpg?w=1110&ssl=1)
નવસારીના 15 ગામના ખેડુતોએ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપ્યું છે જેની વિગત ચોંકાવનારી છે. ખેડુતોએ કલેકટરને કહ્યું છે કે, નાગધરા, સાતેમ, કુંભાર ફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઇ, બુટલાવ, ભુલાફળિયા, નવા તળાવ અને પારડી જેવા ગામોમાં ખેડુતોની આંબાવાડીમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થાય છે, માટે આ ચોરી અટકાવવા માટે ખેડુતોની કેરીના રક્ષણ માટે પોલીસ પેટ્રોલીંગ આપવામાં આવે.
ખેડુતોનો આરોપ છે કે ખેતરમાં કામ કરતા મજુરો અને તેમના પુત્રો અંધારાનો લાભ લઇને ખેતરોમાંથી કેરી ચોરી જાય છે અને પછી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં 500 રૂપિયે મણ વેચી નાંખે છે અને એવી કેરી ખરીદનારા વેપારીઓ પાછા આ જ કેરી 1500 રૂપિયે મણ લોકોને વેચી નાંખે છે. આંબો ભાડે રાખનારા ખેડુતોને મોટું નુકશાન થઇ રહ્યું છે.